દાવોસમાં કહેલી વાત પરથી હટ્યો નથીઃ કાર્નીએ ટ્રમ્પને સંભળાવ્યું

કેનેડા કોર્નર

Thursday 05th February 2026 10:43 EST
 
 

ઓટ્ટાવાઃ યુએસ પ્રમુખ ટ્રમ્પ અને કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની વચ્ચેનો વિખવાદ શમવાનું નામ લેતો નથી. બન્ને નેતાઓ વચ્ચે તાજેતરમાં વાત થતાં લાગતું હતું કે તેમની વચ્ચેના સંબંધો સુધરી રહ્યા છે. જોકે આ પછી વડાપ્રધાન કાર્નીએ કરેલા નિવેદને મતભેદોમાં પેટ્રોલ ઉમેરવાનું કામ કર્યું છે. કાર્નીએ ભારપૂર્વક કહ્યું હતું કે તેમણે દાવોસમાં (ટ્રમ્પ વિશે) કરેલું નિવેદન પાછા ખેંચ્યું નથી.
કાર્નીએ આ નિવેદન કર્યું તેનું કારણ એ હતું કે અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે જણાવ્યું હતું કે ફોન કોલમાં કાર્નીએ તેમના દાવોસના નિવેદનને પરત લેવાનો પ્રયત્ન કર્યો હતો. કાર્ની આક્રમક રીતે બોલાયેલા તેમના શબ્દોથી પાછા હટી રહ્યા હતા. જોકે કાર્નીએ બેસન્ટના
નિવેદનને સંપૂર્ણપણ ફગાવી દીધું હતું. સાથે સાથે જ તેમણે કટાક્ષમાં જણાવ્યું હતું કે ‘હું ટ્રમ્પ નથી કે વારંવાર યુ ટર્ન લઉં.’
અહેવાલ અનુસાર, કાર્નીએ સ્પષ્ટ શબ્દોમાં ટ્રમ્પની સામે પોતાની વાત રજૂ કરી હતી. ફોન કોલ પછી કાર્નીએ જણાવ્યું કે મેં દાવોસમાં જે કહ્યું તે જ મારો કહેવાનો અર્થ હતો. મેં આ જ વાત ટ્રમ્પને પણ કહી. અમેરિકાની વ્યાપાર નીતિમાં આવેલા ફેરફારના જવાબમાં કેનેડા પોતાની રણનીતિ નક્કી કરી રહ્યું છે.
કાર્નીએ જણાવ્યું હતું કે મેં પ્રમુખ ટ્રમ્પને સોમવારે ફોન કર્યો. બંને વચ્ચે યુક્રેન, વેનેઝુએલા, આર્કટિક સુરક્ષા અને કેનેડા તથા ચીન વચ્ચે ટ્રેડ ડીલ સહિત ઘણા મુદ્દે સારી રીત વાતચીત કરી હતી. મેં ટ્રમ્પની સાથે અમારા દેશની રણનીતિ, ચીન સાથે મુક્ત વેપાર કરાર અને અમેરિકા-મેક્સિકો કેનેડા મુક્ત વેપાર કરાર અંગે ચર્ચા કરી. કાર્નીએ દાવોસમાં જણાવ્યું હતું કે વિશ્વના મિડલ પાવરે એકત્રિત થઈને મોટી તાકાતોના દબાણનો સામનો કરવો જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter