દિલ તૂટ્યું તો ટોમ 7 વર્ષમાં 38 દેશ પગપાળા ફરી વળ્યો

Monday 11th July 2022 09:22 EDT
 
 

ન્યૂ યોર્ક: અમેરિકાના ન્યૂ જર્સીમાં રહેતા ટોમ ટર્કિચે તેના ડોગ સાથે પગપાળા 38 દેશનો પ્રવાસ કર્યો છે. 7 વર્ષના આ પ્રવાસમાં ટોમની સાથે ગયેલા ડોગ સવાનાએ તો પોતાના નામે વર્લ્ડ રેકોર્ડ નોંધાવી દીધો છે. અંદાજે 48 હજાર કિમીના આ પ્રવાસમાં ટોમ સમક્ષ અનેક અડચણો પણ આવી, પરંતુ તેણે પ્રવાસ રોક્યો નહીં. ટોમ કહે છે કે તેણે આ પ્રવાસ પાંચ જ વર્ષમાં પૂરો કરી લીધો હોત પણ કોરોના મહામારી અને પોતાની બીમારીને કારણે તેને બે વર્ષ વધારે લાગી ગયા.
ટોમ કંઇ અમસ્તો જ દુનિયા ફરવા નથી નીકળી પડ્યો. આની પાછળ તેની દુખદ કહાણી છે, જેણે તેને આ પ્રવાસ માટે પ્રેરણા આપી.
વાત એમ છે કે ટોમની ગર્લફ્રેન્ડ મેરીનું 2006માં એક દુર્ઘટનામાં મોત થતાં તેનું દિલ તૂટી ગયું હતું. તેને લાગ્યું કે જિંદગી ટૂંકી છે. તેણે દુનિયા ફરવાનું નક્કી કર્યું અને ફંડ એકત્ર કરવાનું શરૂ કરી દીધું. કોલેજકાળમાં ઉનાળાના વેકેશનમાં કામ કરીને તેણે બે વર્ષ સુધી ફરવા માટે નાણાં ભેગાં કરી લીધા. 2015માં પોતાના 26મા જન્મદિને ટોમે પ્રવાસ શરૂ કર્યો.
ટોમનું કહેવું છે કે આ પ્રવાસમાં તેણે ઘણા ઉતાર-ચઢાવ જોયા. તુર્કી-ઉઝબેકિસ્તાનમાં લોકોએ ટોમને લગ્ન સમારોહમાં આમંત્રિત કરીને પરિવારની ખુશીઓમાં તેને સહભાગી બનાવ્યો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter