દિલ દા મામલા હૈ... યુવા પેઢીને બ્રેકઅપની પીડાથી બચાવવા ન્યૂઝીલેન્ડ સરકારનું લવ બેટર કેમ્પેઈન

Tuesday 28th March 2023 10:38 EDT
 
 

વેલિંગ્ટન, તા. 24ઃ વ્યક્તિ કોઇની સાથે રિલેશનશિપમાં હોય અને તે રિલેશનમાં બ્રેકઅપ થઇ જાય ત્યારે તે ફીલિંગને વ્યક્ત કરવાનું વ્યક્તિ માટે બહુ મુશ્કેલ બની જતું હોય છે. પરિણામે કેટલાક લોકો ડિપ્રેશનમાં સરી જાય છે. ઘણાં કેસોમાં તેના વધુ ગંભીર પરિણામ જોવા મળે છે. કારણ કે કેટલાક યુવાનો ખોટું પગલું ભરી લેતા હોય છે. જોકે, ન્યૂઝીલેન્ડ સરકાર હવે બ્રેકઅપનો ભોગ બનેલા યુવા પેઢીની વહારે પહોંચી છે.
ન્યૂઝીલેન્ડ સરકારે બ્રેકઅપમાંથી ઉગરવા અને યુવાનોને ડિપ્રેશનમાં સરી જતા બચાવવા માટે કેમ્પેઇન શરૂ કર્યું છે. એટલું જ નહીં આ કેમ્પેઇન માટે ભારે બજેટ પણ ફાળવ્યું છે. આ કેમ્પેઇનનું નામ લવ બેટર છે. આ પહેલ પરિવારના નુકસાનને નિવારવા માટેનો સરકારી દૃષ્ટિકોણ છે. આ કેમ્પેઇન માટે ત્રણ વર્ષનો સમય નક્કી કરાયો છે. જેમાં લગભગ 40 લાખ ડોલર (લગભગ ૩૩ કરોડ રૂપિયા)નું બજેટ સેટ કરાયું છે. આ અભિયાન દેશના સામાજિક વિકાસ મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.
અહેવાલો અનુસાર આ કેમ્પેઇન હેઠળ યંગ જનરેશનને ટ્રેનિંગ અપાઇ રહી છે. જેનાથી તેઓ બ્રેકઅપ બાદ પોતાની જાતને સંભાળી શકે અને ડિપ્રેશનમાં સરી જતા બચી શકે. જ્યારે એક જવાબદાર ફેમિલી મેમ્બર બનવા માટે પણ તેમને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે જેથી ઘરેલું હિંસાની ઘટનાઓ પણ ન સર્જાય.

આંકડા ખૂબ ખરાબ
છેલ્લા કેટલાક વર્ષમાં ન્યૂઝીલેન્ડમાં પરિવાર અને જાતીય હિંસાના શરમજનક આંકડા જોવા મળ્યા છે. આ સાઇકલને તોડવા માટે નવી રીતો અપનાવાઇ રહી છે. સરકારી રિસર્ચ અનુસાર ન્યૂઝીલેન્ડની વસતીમાં 16 થી 24 વર્ષની વયના લગભગ 87 ટકા યુવાઓનું બ્રેકઅપ થયું છે અને ત્યારબાદ તે પૈકીના મોટાભાગના ડિપ્રેશનમાં સરી ગયા બાદ ખોટું પગલું ભરવાનો પ્રયાસ કર્યો હતો.

ભારતવંશી મહિલા મંત્રીની પહેલ
આ અભિયાનની શરૂઆત ભારતીય મૂળના મંત્રી પ્રિયંકા રાધાકૃષ્ણન દ્વારા કરાઈ છે. તેમણે કહ્યું કે સરકાર યુવાનો પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે. કેમ્પેઇન હેઠળ એક ટેગલાઇન ઓન ધ ફીલ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમાં બ્રેકઅપથી પસાર થઇ રહેલા યુવાનો માટે એક ફોન, ટેક્સ્ટ અથવા ઈ-મેઈલ હેલ્પલાઈન સામેલ કરાય છે. જેને યુથલાઈન દ્વાર સંચાલિત કરવામાં આવે છે. જે 12થી 24 વર્ષની વયજૂથના લોકોને સમર્થન આપવા માટે સમર્પિત છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter