દુકાળ પડ્યો તો ડૂબેલું ગામ બહાર આવ્યું

Friday 03rd December 2021 06:33 EST
 
 

આ તસવીર સ્પેનના એસેરેડોની છે. ૩૦ વર્ષ પહેલાં ૧૯૯૨માં અહીંનો મોટા ભાગનો વિસ્તાર વિનાશક પૂરની લપેટમાં આવ્યો હતો. આ ગામ પોર્ટુગલના હાઈડ્રો-ઈલેક્ટ્રિક પ્લાન્ટના નીચાણવાળા ક્ષેત્રમાં આવે છે, અને તે પ્લાન્ટમાંથી પ્રચંડ માત્રામાં પાણી છોડાતા લીમિયા નદીના પાણીથી અહીં પૂર આવ્યું હતું. તેના કારણે લિંડાસો જળાશય સામે આવેલું આ ગામ પણ ડૂબી ગયું હતું, અને અહીંથી સેંકડો લોકોએ સ્થળાંતર કર્યું હતું. છેલ્લાં કેટલાંક વર્ષોથી ખૂબ ઓછા વરસાદને પગલે આ જળાશય સૂકાઈ ગયું છે. તેથી આ ડૂબેલું ગામ ફરી દેખાવા લાગ્યું છે. અહીંના ખંડેર મકાનો અને ભૂતિયા ગલીઓ એ પ્રચંડ પૂરે ચોમેર વેરેલી તબાહીની યાદ અપાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter