દુનિયાના સૌથી ભ્રષ્ટ દેશોમાં ભારત ૮૫મા ક્રમેઃ

Friday 05th December 2014 06:32 EST
 

ઉત્તર કોરિયામાં બાળકને શાસકનું નામ આપવા પર પ્રતિબંધઃ ઘણા માતા-પિતાની એવી ઈચ્છા હોય છે કે તેઓ પોતાનાં બાળકોનાં નામ દેશના શાસક કે મોટા નેતાના નામ પરથી રાખે. પરંતુ ઉત્તર કોરિયાની સરકારે શાસક કિમ જોંગ ઉનના નામથી કોઈ અન્ય બાળકનું નામ રાખવા પર પ્રતિબંધ મૂક્યો છે. અગાઉના શાસકો કિમ જોંગ ઈલ અને કિમ ઈલ સુંગના નામથી પણ કોઈ વ્યક્તિ તેમનાં સંતાનોના નામ નહીં રાખી શકે. અગાઉ ૨૦૧૧માં તત્કાલીન શાસક કિમ જોંગ ઈલે પણ આદેશ આપ્યો હતો કે, કોઈ પણ વ્યક્તિ પોતાનું કે તેમના બાળકનું નામ કિમ જોંગના નામથી ન રાખે. જો કોઈએ આ નામ રાખ્યું હોય તો તાત્કાલિક બદલી નાખે. તેમણે નામની નોંધણી કરતી ઓફિસોને પણ આદેશ કર્યો હતો કે, કોઈ બાળકની આ નામથી નોંધણી કરવી નહીં.

૨૦૧૪નો ઇન્ટરનેશનલ વર્ડ ‘વેપિંગ’ઃ જે રીતે ગયા વર્ષથી સેલ્ફી શબ્દની લોપ્રિયતા ખૂબ જ ઝડપથી વધી છે, તેવી જ રીતે આ વર્ષે ‘વેપિંગ’ શબ્દનો ઉપયોગ ઝડપથી વધ્યો છે. ઓક્સફર્ડ ડિકશનરીએ તેની જાહેરાત કરતાં કહ્યું હતું કે આ વર્ષ ૨૦૧૪નો ઇન્ટરનેશનલ શબ્દ છે. તેની પાછળ જે શબ્દ હતા, વે બે, બડટેન્ડર, ઇન્ડિરેફ. વેપિંગનો અર્થ ઇલેક્ટ્રોનિક સિગરેટ અથવા તેના જેવું જ કોઈ સાધન. ઇન્ટરનેટ અને અન્ય માધ્યમોથી આ શબ્દના પ્રયોગના આંકડા એકત્ર કરાયા હતા. એક અભ્યાસમાં એવું જાણવા મળ્યું હતું આ વર્ષે વેપિંગ શબ્દનો ઉપયોગ બમણો થયો છે, આ નવો શબ્દ નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter