દુનિયાનાં સૌથી વૃદ્ધ મહિલાએે 117મો જન્મદિન ઉજવ્યો

Friday 15th March 2024 06:18 EDT
 
 

દુનિયાનાં સૌથી વયોવૃદ્ધ મહિલાએ તેમના 117મા જન્મદિવસની ઉજવણી કરી છે. સ્પેનનાં મારિયા બ્રેનયસ મોરેરા હાલ દુનિયાના સૌથી મોટી વયનાં મહિલા હોવાનું બહુમાન ધરાવે છે. મારિયાનો જન્મ ચોથી માર્ચ 1907ના દિવસે અમેરિકામાં થયો હતો. તેઓ બે ભીષણ વિશ્વ યુદ્ધથી લઇને કેટલાક કટ્ટરપંથી શાસકો અને કોરોના વાઈરસના કપરા કાળના સાક્ષી તરીકે રહ્યાં છે. આજે દુનિયામાં માનવીનું સરેરાશ આયુષ્ય 72.27 વર્ષ ગણાય છે ત્યારે મારિયા 117 વર્ષનું આયુષ્ય ભોગવનાર નસીબદાર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter