વેસ્ટર્ન સાઉથ અમેરિકામાં આવેલા ચિલીના રણમાં એક ટેકરી પર રુબિન ઓબ્ઝર્વેટરી બનીને તૈયાર છે જેમાં વિશ્વનો સૌથી મોટો ડિજિટલ કેમેરા ઇન્સ્ટોલ કરાયો છે. આ કેમેરા 3 બિલિયન પિક્સલની તસવીર લઇ શકે છે. ચિલીમાં આવેલું આ સ્થળ પૃથ્વી પરના સૌથી અંધકારવાળા સ્થળોમાંનું એક છે. આ કેમેરા 10 વર્ષ સુધી અવકાશના ચિત્રો કેદ કરશે. જો આ કેમેરાથી લેવાયેલી સૌથી મોટી તસવીરને સંપૂર્ણ રીતે નિહાળવી હોય તો 4K સ્ક્રીન રિઝોલ્યુશન ધરાવતા 400 ટીવી એકસાથે ઇન્સ્ટોલ કરવા પડશે.