દુનિયાભરના નેતાઓને લાગ્યો નમસ્તેનો રંગ!

Thursday 19th March 2020 02:43 EDT
 
 

કોરોના વાઈરસથી બચવા માટે સૌથી પહેલી સલાહ જો કોઈ આપવામાં આવી હોય તો તે હાથ નહીં મિલાવવાની છે. આજે વિશ્વ આખું કોરોનાના ભયથી અભિવાદન માટે નમસ્તે કહેતું થયું છે. વૈશ્વિક નેતાઓ પણ એકબીજાને નમસ્તે કહેતા જોવા મળ્યા છે. બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ છે, જે બ્રિટિશ ટીવી સેલિબ્રિટી ફ્લોએલાનું નમસ્તે વડે સ્વાગત કરી રહ્યા છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને આયર્લેન્ડના વડા પ્રધાન લીઓ વાડકર એકબીજાને નમસ્તે કહી રહ્યા છે. નમસ્તે એ ભારતીય સંસ્કૃતિની અભિવાદન પ્રણાલિ છે. જે સદીઓથી ચાલી આવે છે. સોશિયલ મીડિયામાં લોકો લખી રહ્યા છે કે ભારતે વિશ્વને બે મહામૂલી ભેટ આપી છે, એક શૂન્ય અને બીજું નમસ્તે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter