દુબઇમાં પહેલી વખત યોજાઇ ‘હવાઇ રેસ’ઃ જેટ સૂટ સાથે સ્પર્ધકો આકાશમાં ઉડ્યા

Tuesday 12th March 2024 06:34 EDT
 
 

દુબઇઃ તમે દુનિયામાં વિવિધ સ્થળોએ યોજાતી અનેક પ્રકારની રેસ વિશે સાંભળ્યું હશે પરંતુ શું તમે ક્યારેય આકાશમાં સૌથી ઝડપી ઊડવાની રેસ વિશે સાંભળ્યું છે? આવું કોઈ ફિલ્મમાં નહીં પરંતુ વાસ્તવિકતામાં થયું છે. આ રેસ સંયુક્ત આરબ અમીરાતના દુબઈમાં યોજાઈ હતી. વિશ્વમાં આ પ્રકારની આ પ્રથમ રેસ હતી. તેમાં ભાગ લેનારા લોકોએ જેટ સૂટ પહેર્યા હતા. તેનું આયોજન દુબઈ સ્પોર્ટ્સ કાઉન્સિલ અને ધ ગ્રેવિટી કંપની દ્વારા કરાયું વામાં આવ્યું હતું. દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રશીદ અલ મકતુમ સહિતના અનેક આમંત્રિતો દુબઈ જેટ સૂટ ચેમ્પિયનશિપ સ્પર્ધાના સાક્ષી બન્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter