દુબઈમાં ભારતીયને ૨૭ લાખ ડોલરનો જેકપોટ

Friday 16th November 2018 05:53 EST
 

દુબઈઃ સંયુક્ત અરબ અમીરાત (યુએઈ)માં મંથલી લોટરી જેકપોટમાં એક ભારતીય મારકોસે એક કરોડ દિરહામ (૨૭.૨ લાખ અમેરિકી ડોલર)નો જેકપોટ જીત્યો છે. અબુધાબીમાં નક્શીકામ કરતા બ્રિટી મારકોસ નામના વ્યક્તિનું કહેવું છે કે, તેને આશા હતી કે જેકપોટ જીતશે. મળતી માહિતી મુજબ મારકોસ કેરળનો રહેવાસી છે અને તે ૨૦૦૪થી દુબઈમાં રહે છે. મારકોસ છેલ્લા બે વર્ષથી બિગ ટિકિટની ટિકિટ ખરીદતો હતો, પરંતુ તે ક્યારેય આને નિયમિત રીતે ખરીદતો નહોતો. મારકોસના જણાવ્યા મુજબ કેટલાક લોકો (કેરળથી) જીતી રહ્યા છે અને હું દરેક વખતે એ આશા યથાવત રાખુ છું, પરંતુ આ વખતે મને લાગી રહ્યું હતું કે હું જીતીશ. મારકોસે જણાવ્યું કે આ પાંચમી તક હતી જ્યારે મેં ટિકિટ ખરીદી. લોટરીની રકમના ઉપયોગ અંગે તેણે જણાવ્યું કે મારી પત્ની અને બે બાળકો કેરળમાં છે. અહીં મારા પર પહેલાથી જ થોડું દેવું હતું અને મેં હાલમાં જ કેટલીક લોન લીધી છે. હજી મેં કોઈ નિર્ણય નથી લીધો કે જીતેલી રકમનું શું કરીશ, પરંતુ લોનની ચૂકવણી પ્રાથમિક્તા હશે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter