પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ગંભીર હોવા છતાં પરમાણુ કાર્યક્રમમાં કોઈ જ બાંધછોડ નહીં કરાય એવી જાહેરાત પાક.ના નાણા પ્રધાને કરી છે. દેવાદાર બનીને કે નાદારી નોંધાવીને પણ પરમાણુ બોંબ બનાવવાની પાકે તૈયારી દર્શાવી હતી.
પાકિસ્તાનના નાણા પ્રધાન ઈશાક ડારે પાકિસ્તાનની સંસદને સંબોધતી વખતે કહ્યું હતું કે, પાકિસ્તાને પોતાના પરમાણુ કાર્યક્રમો બંધ કરવા માટે શરૂ નથી કર્યાં. વિદેશ પ્રધાને બડાશ મારતાં કહ્યું હતું કે, કોઈ પણ ભોગે પરમાણુ હથિયારો બનાવવાનું બંધ નહીં કરીએ અને એ માટે બેંકની નાદારીનો સામનો કરવો પડે કે વિદેશી દેવું કરવું પડે તો પણ પાકિસ્તાન પાછી પાની નહીં કરે.
ઈશાક ડારે ઉમેર્યું હતું કે, પરમાણુ પરીક્ષણો દેશની સલામતી માટે જરૂરી છે અને દેશની સલામતી ખાતર ૧૦૦ અબજ અમેરિકી ડોલર કે એક લાખ અમેરિકી ડોલરનું કરજ થાય તો પણ આપણે આ કાર્યક્રમો ચલાવવા જોઈએ.