દેશ વિદેશ (સંક્ષિપ્ત)

Friday 19th May 2017 08:07 EDT
 
  • બાંગ્લાદેશમાં યુદ્ધ અપરાધ બદલ હુસૈન સૈયદની આજીવન કેદ યથાવતઃ ૧૯૭૧માં પાકિસ્તાની દળ સાથે મળીને નાગરિકો પર અત્યાચાર ગુજારવા બદલ બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટે રાજ્ય તેમજ બચાવ પક્ષના વકીલે કરેલી અરજીને ફગાવીને જમાતે ઇસ્લામીના ૭૭ વર્ષના નેતા દિલાવર હુસેનને આજીવન કેદની સજા યથાવત રાખી હતી.
  • જર્મન સંસદમાં સેલ્ફ ડ્રિવન કારને મંજૂરીઃ કારઉદ્યોગના પાવર તરીકે જાણતા બનેલા જર્મનીએ સેલ્ફ ડ્રાઇવિંગ કારને મંજૂરી આપી દીધી છે. વિધેયકમાં જણાવાયું છે કે, સ્વંય સંચાલિત કારોમાં વિમાનની જેમ બ્લેક બોક્સ પણ હશે. જર્મન સંસદનાં ઉપલા ગૃહે સ્વયં સંચાલિત કાર વિકસાવવાથી લઈને તેનાં પરીક્ષણ સુધીની મંજૂરી આપી છે. સંસદનાં નીચલાં ગૃહમાં તો ઓક્ટોબરમાં જ તે પ્રસ્તાવ પસાર થઈ ગયો હતો. હવે કાયદો ઘડાશે.
  • હાફિઝ જેહાદના નામે આતંક ફેલાવે છેઃ મુંબઇ હુમલાનો માસ્ટરમાઇન્ડ અને જમાત ઉદ દાવા (જેડીયુ)નો વડો હાફિઝ સઇદ હાલ પાકિસ્તાનમાં નજરકેદ કરાયો છે. તેની વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિ બદલ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. ૧૪મીએ કોર્ટ સમક્ષ હાજર કરાયો હતો. જ્યાં તેણે દાવો કર્યો હતો કે કાશ્મીર માટે અવાજ ઉઠાવી રહ્યો હોવાથી મારી વિરુદ્ધ પાકિસ્તાન સરકારે ખોટા આરોપો લગાવ્યા છે.
  • જેહાદ ફેલાવવા શરીફે લાદેન પાસેથી ૧.૫ અબજ રૂપિયા લીધાનો આક્ષેપઃ પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફનું એક તરફ પનામા પેપર્સમાં નામ સંડોવાયું છે જેથી વિપક્ષોએ તેમના પર આકરા પ્રહાર કર્યા છે તો ઈમરાન ખાનના પક્ષ તહરિકે-એ-ઈન્સાફ દ્વારા શરીફ પર આરોપ છે કે, શરીફ દ્વારા અલ-કાયદાના સરગણા અને વડા ગણાતા ઓસામા બિન લાદેન પાસેથી જેહાદના નામે ૧.૫ અબજ રૂપિયા લેવાયા હતા. ૧૯૮૯માં પાકિસ્તાની તત્કાલીન બેનઝીર ભુટ્ટોની સરકારને પાડવા માટે તેણે આ રકમનો ઉપયોગ કર્યો હતો.

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter