જાપાનના ઓત્સુચી શહેરમાં એક એવું અનોખું ફોનબૂથ આવેલું છે જે કોઈ નેટવર્ક સાથે જોડાયેલું નથી, છતાં હજારો લોકો અહીં પોતાના મૃત પ્રિયજનો સાથે ‘વાત’ કરવા આવે છે. આ ફોન બૂથ ‘ધ વિન્ડ ફોન’ નામથી જાણીતું છે. જાપાનમાં દુઃખ અને યાદોને વહેંચવાનું આ એક અનોખું અને ભાવનાત્મક માધ્યમ બની ગયું છે. આ બૂથમાં એક જૂનો રોટરી ફોન રાખેલો છે, જેનો કોઈ તાર જોડાયેલો નથી. અહીં આવતા લોકો રિસીવર ઉઠાવે છે, રડે છે, અને પોતાના દિલની વાત કહે છે. એવી માન્યતા છે કે લોકોનો અવાજ હવાના તરંગો દ્વારા તેમના પ્રિયજનો સુધી પહોંચે છે.


