ધરતીથી 1000 ફૂટ નીચે ક્રિસ્ટલની ગુફામાં લટાર

Sunday 30th April 2023 06:37 EDT
 
 

આ તસવી૨ મેક્સિકોના સિએરા ડે નાઇકા પહાડીઓની નીચે આવેલી ક્રિસ્ટલ ગુફાની છે. આ ગુફા જેટલી રોમાંચક દેખાય છે એટલી જ જીવલેણ પણ છે. જમીનથી આશરે 1000 ફૂટ નીચે આવેલી આ ગુફામાં પારો 58 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ વધારે રહે છે. સાથે સાથે ભેજનું પ્રમાણ 100 ટકા રહે છે. આ જ કારણસર ત્યાં પહોંચનાર કેટલાક પ્રવાસીઓનાં મોત પણ થઇ શકે છે. આ ક્રિસ્ટલની લંબાઇ 36 ફૂટ સુધીની છે, વજન મહત્તમ 55 ટન સુધીનું છે. આના કારણે આ ગુફાને જીવલેણ જાળ તરીકે ઓળખવામાં આવે છે. વિજ્ઞાનીઓને થોડાંક વર્ષ પહેલાં ગુફામાં ક્રિસ્ટલ હોવાના પુરાવા મળ્યા હતા. અંદાજ છે કે, આ ખાણ 50,000 વર્ષ જૂની હોઇ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter