નરેન્દ્ર મોદીને સ્લોવાકિયાનું સર્વોચ્ચ સન્માન

Thursday 18th June 2026 05:31 EDT
 
 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સોમવારે સ્લોવાકિયાની રાજધાની બ્રાતિસ્લાવામાં યોજાયેલા એક વિશેષ સમારોહમાં સ્લોવાકિયાના રાષ્ટ્રપતિ પીટર પેલેગ્રિનીએ તેમના દેશના સર્વોચ્ચ સન્માન ‘ધ ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ડબલ ક્રોસ (ફર્સ્ટ ક્લાસ)’થી સન્માનિત કર્યા હતા. પીએમ મોદીએ આ સન્માન બદલ સ્લોવાકિયાના રાષ્ટ્રપતિનો, સ્લોવાકિયા સરકારનો અને ત્યાંની જનતાનો આભાર માન્યો હતો અને સન્માન 1.4 બિલિયન ભારતીયોને અર્પણ કર્યું હતું તેમણે પોતાને મળેલા સ્લોવાકિયાના સર્વોચ્ચ સન્માનને બંને દેશો વચ્ચે વિશ્વાસ અને સ્નેહનો પુરાવો ગણાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter