મૈદુગુરી: નાઇજિરિયાના પૂર્વોત્તર શહેર મૈદુગુરીમાં બોકોહરમના જેહાદીઓ અને નાઇજિરિયાઇ સૈનિકોની વચ્ચે બીજી એપ્રિલે થયેલી અથડામણમાં ઓછામાં ઓછા ૧૮ લોકોનાં મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય ૮૪ને ઈજા થઈ હતી. તાકીદની સેવાઓ સાથે જોડાયેલી એજન્સીએ સોમવારે આ જાણકારી આપી હતી.
સ્ટેટ ઇમર્જન્સી મેનેજમેન્ટ એજન્સીના એક અધિકારીએ જણાવ્યું હતું કે મૈદુગુરીના સીમાડાના વિસ્તાર બેનલો ડમ્બાટોના બે ગામ બાલે શુવા અને બાલે કુરાથી અત્યાર સુધીમાં ૧૮ મૃતદેહો કબજે કરાયા છે.
દેશમાં કટ્ટરપંથી ઇસ્લામી રાજ્યની સ્થાપના માટે ૯ વર્ષથી લડાઈ ચાલી રહી છે. આ લડાઈમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૨૦,૦૦૦ લોકોનાં મોત થયા છે, જ્યારે ૨૦ લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા છે.