નાગરિક અધિકારોના લડવૈયા રેવ. જેસી જેક્સનનું નિધન

2013માં એબીપીએલ ગ્રુપના એશિયન એચિવર્સ એવોર્ડ્સમાં જેકસન વિશેષ અતિથિ તરીકે હાજર રહ્યાા હતા

Tuesday 17th February 2026 09:17 EST
 
 

લંડનઃ નાગરિક અધિકારોના મહાન લડવૈયા અને અમેરિકાના પ્રમુખપદ માટે બે વાર ઉમેદવારી કરનાર રેવ. જેસી જેકસનનું 84 વર્ષની વયે નિધન થયું છે. પરિવારના જણાવ્યા અનુસાર જેસી જેકસને શાંતિથી પરિજનોની હાજરીમાં પ્રાણ મૂક્યા હતા. તેઓ પાર્કિન્સનના રોગથી પીડાતા હતા.
રેવ. જેસી જેકસન નાગરિક અધિકારો માટે આજીવન લડત ચલાવતા રહ્યા હતા. 1980ના દાયકામાં પ્રમુખપદના અભિયાનો દરમિયાન તેમણે નબળા વર્ગો માટે અવાજ ઉઠાવી લાખો લોકોને મતદાન માટે રજિસ્ટર કરાવવા જાગૃત કર્યા હતા.
2013માં ગુજરાત સમાચાર અને એશિયન વોઇસના પબ્લિશર એબીપીએલ ગ્રુપ દ્વારા આયોજિત એશિયન એચિવર્સ એવોર્ડ્સમાં રેવ. જેસી જેકસન વિશેષ અતિથિ તરીકે હાજર રહ્યા હતા. આ પ્રસંગે રેવ. જેસી જેકસને જણાવ્યું હતું કે, આ પ્રસંગે હાજર રહેવાની મને ખુશી છે. ગયા સપ્તાહમાં વોશિંગ્ટન ખાતે અમે માર્ટિન લ્યૂથર કિંગનું સન્માન કર્યું હતું. તેમણે ક્યારેય હાર માની નહોતી. આવો આપણે એકસાથે મળીને નાગરિક અધિકારો માટે લડત આપતા રહીએ.
આજના વિશ્વમાં પુષ્કળ નફરત, હિંસા, યુદ્ધ વ્યાપી ગયાં છે. સંસ્કૃત માનવી તરીકે આપણે અલગ માર્ગ ચાતરવો જોઇએ. યુદ્ધ કરતાં શાંતિના લાભ ઘણા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter