નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સીએએ કાયદા દ્વારા પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશના લઘુમતીઓને ભારતની નાગરિકતા આપવાનું શરૂ કર્યું છે. આ સ્થિતિ વચ્ચે હવે આ દેશોમાં વસતા લઘુમતીઓ ભારતમાં આવવા લાગ્યા છે. આવા જ આશરે ૨૦૦ જેટલા હિંદુ પરિવાર પોતાના સામાન સાથે ભારત આવી ગયા છે. જે ૨૦૦ હિંદુ પરિવાર ભારત આવ્યો છે તેની પાસે મોટા પ્રમાણમાં સામાન પણ છે, તેઓ મોટા ભાગે ચાલતા જ ભારતમાં પ્રવેશ્યા હતા, જોકે તેમની યોગ્ય ખરાઇ કરવામાં આવી રહી છે.