નિકી હેલીનું યુએનમાંથી અમેરિકી રાજદૂત તરીકે રાજીનામું

Thursday 11th October 2018 08:09 EDT
 
 

વોશિંગ્ટનઃ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ભારતીય અમેરિકન રાજદૂત નિકી હેલીએ તાજેતરમાં રાજીનામું આપી દીધું હતું. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ૪૬ વર્ષીય હેલીનું રાજીનામું સ્વીકારી લીધું હતું. નિક્કી હેલીએ કયા કારણસર રાજીનામું આપ્યું તે અંગે સત્તાવાર રીતે કંઈ જણાવાયું નથી. હેલી ટ્રમ્પ પ્રશાસનમાં સૌથી સિનિયર અધિકારીમાંના એક છે. સાઉથ કોરિલિનાના પૂર્વ ગર્વનર એવા નિકી હેલી ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યાના ચાર દિવસ બાદ યુએનના રાજદૂત નિમાયા હતા. નિકી હેલી ટ્રમ્પના ભરોસામંદ અધિકાર છે. વ્હાઇટ હાઉસનાના પ્રેસ સેક્રેટરી સારાહ સાન્ડર્સે ટ્વિટ કરીને કહ્યું કે રાષ્ટ્રપ્રમુખ અને હેલી મંગળવારે સવારે ઓવલ ઓફિસમાં મળ્યા હતા અને રાજીનામા સંબંધિત ચર્ચા કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter