નિજ્જરની હત્યા ગોલ્ડી બ્રારે જ કરી હતીઃ ડ્રગ્સની હેરાફેરી કરતો હતો એટલે માર્યો

(કેનેડા કોર્નર)

Saturday 29th August 2026 12:12 EDT
 
 

નવી દિલ્હી: કેનેડામાં રહેતા ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર હત્યાકેસમાં હવે ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે મોટી કબૂલાત કરી છે. કથિત રીતે લીક થયેલી એક ઓડિયો ક્લીપમાં ગોલ્ડી નિજ્જરની હત્યા કર્યાનું કબૂલ્યું છે. ઉલ્લેખનીય છે કે કેનેડામાં એક ગુરુદ્વારા બહાર નિજ્જરની હત્યા થઈ હતી અને કેનેડા સરકારે આ હત્યામાં ભારત સરકારની સંડોવણીનો આક્ષેપ કરતાં બન્ને દેશોના સંબંધ વણસ્યા હતા. ગોલ્ડી ભારતમાં પંજાબી ગાયક અને ગીતકાર સિદ્ધુ મૂસેવાલા સહિત અનેક હત્યાના કેસમાં વોન્ટેડ છે. ઓડિયો ક્લીપમાં ગોલ્ડીને એમ કહેતો સંભળાય છે કે  નિજ્જર નશીલી દવાઓને પ્રોત્સાહન આપી રહ્યો હોવાથી તેણે તેની હત્યા કરી હતી. ઓડિયો ક્લિપમાં તે કટ્ટરપંથી પરમજીત સિંહ પમ્માને એમ કહેતાં પણ સંભળાય છે કે, ‘તે ઓપરેટર્સ 16-17 વર્ષના યુવાનોને ડ્રગ વેચવાના કામે રાખતા હતા. પછી તે યુવાનોને બ્લેકમેલ કરીને બાતમીદાર બનવા મજબૂર કરતા હતા.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter