નીસ કાર્નિવલનાં 150 વર્ષઃ પરેડમાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી

Saturday 25th February 2023 12:06 EST
 
 

આ રંગબેરંગી તસવીરો ફ્રાન્સના નીસ કાર્નિવલની છે. દક્ષિણ-પૂર્વીય ફ્રેન્ચ રિવેરાના નીસમાં યોજાતા અને દુનિયાનાં આ ત્રીજા સૌથી મોટા કાર્નિવલની 150મી વર્ષગાંઠ ઉજવાઇ રહી છે, જેનો પ્રારંભ 1873માં થયો હતો. કોરોનાકાળને બાદ કરતાં દર વર્ષે કાનિર્વલ યોજાયો છે. આ વર્ષે પરેડમાં કેટલાંક ખાસ આકર્ષણ નજરે ચઢે છે. કાર્નિવલના દોઢ સદીના ઇતિહાસમાં પહેલી વખત હિન્દુ દેવી-દેવતાઓ જોવા મળી રહ્યા છે. કાતિલ ઠંડીના દિવસોની સુસ્તીને દૂર કરીને લોકોમાં ઉત્સાહ ભરવાના ઉદ્દેશ સાથે કાર્નિવલ યોજાય છે. 27 ફેબ્રુઆરી સુધી ચાલનારા કાર્નિવલમાં 1000 કરતાં વધારે કલાકારો દિવસ-રાત પરેડ સહિતના વિવિધ કાર્યક્રમો યોજી રહ્યા છે. આ વર્ષે બે લાખથી વધુ લોકો કાનિર્વલ નિહાળવા પહોંચશે તેવી આશા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter