નેપાળની ચૂંટણીમાં ડાબેરી મોરચાને સત્તા સોંપાઈ

Thursday 14th December 2017 02:06 EST
 
 

કાઠમંડુ: નેપાળમાં સંસદ અને પ્રાંતીય સરકારોની બેઠકો માટે યોજાયેલી ઐતિહાસિક ચૂંટણીનાં પરિણામો સામે આવી રહ્યા છે. સંસદની ૩૦ બેઠકોના જાહેર થયેલાં પરિણામે પૈકી ૨૬ બેઠકો પર ડાબેરી મોરચો અને ૩ બેઠકો પર નેપાલી કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે. સીપીએન-યુએમએલ પક્ષે ૧૮ બેઠકો અને સીપીએમ માઓવાદીના ફાળે ૮ બેઠકો ગઈ છે. ત્રણ બેઠકો વિરોધપક્ષ નેપાળી કોંગ્રેસને ફાળે ગઈ છે. એક બેઠક અપક્ષને ફાળે ગઈ છે. નેપાળનું પ્રતિનિધિગૃહ ૨૭૫ સભ્યોનું બનેલું છે. તે પૈકી ફર્સ્ટ-પાસ્ટ-ધ પોસ્ટ સિસ્ટમ હેઠળ ૧૬૫ પ્રિતનિધિ ચૂંટાતા હોય છે અને બાખીના ૧૧૦ પ્રતિનિધિ પ્રપોર્શનલ પ્રતિનિધિત્વ મુજબ સભ્યપદ મેળવતા હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter