નેપાળનો ભારતને દગોઃ ચીન સાથે યુદ્ધ અભ્યાસ

Thursday 13th September 2018 05:56 EDT
 

કાઠમંડુઃ બિમ્સેટેકનાં એક સભ્ય દેશ તરીકે બિમ્સટેકનાં દેશોના સંયુક્ત સૈન્ય અભ્યાસમાં જોડાવવાના મુદ્દે નેપાળે ભારતને દગો દીધો અને ચીનના ખોળામાં જઈને બેઠું છે. ભારત સાથે દગાખોરી રમીને નેપાળે આખરે ચીન સાથે સંયુક્ત સેના અભ્યાસમાં જોડાવાની જાહેરાત કરી છે. આ માટે નેપાળ ચીનમાં ૨૦ સૈનિકોને મોકલશે તેમ નેપાળ આર્મીનાં પ્રવક્તા બ્રિગેડિયર જનરલ ગોકુલ ભંડારીએ જણાવ્યું હતું. સાગરમાથા ફ્રેન્ડશિપ-૨ નામનો આ યુદ્ધ અભ્યાસ ચીનના ચેંગડુ ખાતે ૧૭થી ૨૮ સપ્ટેમ્બર વચ્ચે યોજાનાર છે. આ યુદ્ધ અભ્યાસનો હેતુ આતંકવાદ સામેની કામગીરીને વધુ મજબૂત કરવાની છે. નેપાળે અગાઉ બિમ્સટેક દેશોનાં સૈન્ય અભ્યાસમાં સૈનિકો નહીં મોકલવાનો નિર્ણય લીધો હતો. ભારત સાથે આ પ્રકારની સમજૂતીથી નેપાળમાં કેટલાક નેતાઓમાં મતભેદો હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter