ઉત્તર કોરિયાએ પોતાની સામે લગાવેલા નવા પ્રતિબંધોની ધરાર અવગણના કરતા ૩જી માર્ચે ટૂંકા અંતરની છ મિસાઇલોના પરીક્ષણ કર્યાં હતા. આ પરીક્ષણ સંયુક્ત રાષ્ટ્ર પરિષદે તેની પર બે દાયકામાં સૌથી આકરા પ્રતિબંધો મૂક્યા બાદ કરાયા છે. ઉત્તર કોરિયાએ છ જાન્યુઆરી અને સાત ફેબ્રુઆરીના રોજ પરમાણુ પરીક્ષણ કર્યાં હતાં. તે કારણે ૩જી માર્ચે રાતે જ તેની પર નવા પ્રતિબંધો મૂક્યા હતા. દક્ષિણ કોરિયાના સરંક્ષણ મંત્રાલયના પ્રવક્તા મૂન સાંગ ગ્યુને ૩જી માર્ચે જણાવ્યું હતું કે, ઉત્તર કોરિયાએ પોતાના પૂર્વ કિનારાના શહેર વોંસાનમાં સવારે સાડા છ વાગે આ પરીક્ષણ કર્યાં હતાં.