વોશિંગ્ટનઃ નોર્થ કોરિયાએ પરમાણુ પરીક્ષણ કરવાની હદ કરી નાંખી છે. આ દેશ દ્વારા પરમાણુ પરીક્ષણ વધી રહ્યું છે. અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્રની ચેતાવણી છતાં તેની કોઇ જ અસર ઉ. કોરિયા પર નથી થઇ રહી. આ સ્થિતિ વચ્ચે થોડા દિવસ પહેલા જ ઉ. કોરિયાએ એક મોટું પરમાણુ પરીક્ષણ કર્યું હતું. આ પરીક્ષણ એટલુ ભયાનક હતું કે તેને કારણે જીવલેણ રેડિયો એક્ટિવ જેનોન ગેસ નીકળ્યો હતો. અમેરિકાએ આ અંગે જણાવ્યું છે કે જે પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું તેની ક્ષમતા આશરે ૨૫૦ કિલો ટન હોવાની શક્યતાઓ છે.
ઉ. કોરિયા દ્વારા તાજેતરમાં પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જે અત્યાર સુધીના સૌથી મોટા પરમાણુ પરિક્ષણમાં છઠ્ઠું હતું. અમેરિકાએ જણાવ્યું હતું કે અગાઉ જે અનુમાન હતું તેનાં કરતાં પણ આ પરમાણુ પરીક્ષણની ક્ષમતા વધારે નીકળી છે. આ પરિક્ષણને કારણે જ્યા બોમ્બ પડયો હતો ત્યાં આશરે ૬.૩ ની તીવ્રતાનો ભૂકંપ પણ આવ્યો હતો. જેના પરથી અંદાજ લગાવી શકાય કે આ પરીક્ષણ કેટલું ભયજનક હતું.