નોર્વેમાં સાઇકલ સવારો માટે વિશ્વની સૌથી લાંબી ટનલ

Thursday 04th May 2023 10:17 EDT
 
 

ઓસ્લોઃ નોર્વેમાં પર્વતોને વચ્ચેથી કાપીને એક અનોખી સુરંગ બનાવવામાં આવી છે. આ સુરંગનું નિર્માણ નોર્વેનાં બીજા સૌથી મોટા શહેર બર્ગનનાં લોવાસ્તકન પર્વતની નીચે કરવામાં આવ્યું છે. આ સુરંગની લંબાઇ ત્રણ કિલોમીટરની છે, જે દુનિયાની સૌથી લાંબી સાઇકલ ટનલ છે. આ સુરંગમાં પદયાત્રીઓ તેમ જ સાઇક્લિંગ કરનાર લોકો માટે જુદા જુદા રસ્તા બનાવવામાં આવ્યા છે. આનું નિર્માણ કામ 2019માં શરૂ કરાયું હતું. આ સુરંગ બનાવવામાં 238 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે. સુરંગને સાઇકલ પર પસાર કરવામાં 10 મિનિટ જ્યારે પદયાત્રા કરતાં 40 મિનિટનો સમય લાગે છે.

આ ટનલ બનાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને ચાલવાની ટેવ પાડવાનો તેમ જ સાઇકલ ચલાવવાને પ્રોત્સાહન આપવાની સાથે સાથે પ્રવાસીઓને ખાસ પ્રકારનાં અનુભવ આપવાનો પણ છે. વધતાં જતાં પ્રદુષણને રોકવા માટે આ પગલુ લેવામાં આવ્યું છે. આ ટનલ બનવાથી શહેરના ટ્રાફિકને કાબુમાં લેવામાં પણ મદદ મળશે. લોકો માટે આ ટનલ સવારે 5-30 વાગે થી રાત્રે 11.30 વાગ્યા સુધી ખુલી રહેશે. ઠંડીનાં દિવસોમાં સાઇકલ ચલાવવામાં કોઇ તકલીફ ન પડે તે માટે ટનલમાં ટેમ્પરેચર કન્ટ્રોલની પણ વ્યવસ્થા છે. ટનલમાં સરેરાશ તાપમાન સાત ડિગ્રી રખાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter