ન્યુક્લિયર બ્લાસ્ટ સિટી ચેર્નોબિલ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન બનશે

Thursday 18th July 2019 05:10 EDT
 

ચેર્નોબિલઃ ૩૩ વર્ષ પૂર્વે ન્યુક્લિયર બ્લાસ્ટમાં ચાર હજારથી વધુ લોકોનાં મૃત્યુ થયા હતા અને સેંકડો લોકો રેડિયેશનની અસરમાં આવ્યા હતા તે ચેર્નોબિલ શહેરને યુક્રેનની સરકારે ટૂરિસ્ટ ડેસ્ટિનેશન બનાવવાનું નક્કી કર્યું છે. હવે સરકાર તેને વિશ્વનું એક અનોખું, અલબત્ત જોખમી, ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનાવવા કટિબદ્ધ થઈ છે. છેલ્લે ૨૦૧૧માં અહીં અત્યંત નાનકડા એરિયાને એક્સક્લ્યુઝન ઝોન બનાવી મુલાકાતીઓને પ્રવેશની છૂટ હતી, પરંતુ હવે ચેર્નોબિલના જે પ્રિપ્યાટ ગામમાં ન્યુક્લિયર પ્લાન્ટ હતો તેનાથી થોડા સલામત અંતર સુધીના વિસ્તારમાં અત્યંત કડક સુરક્ષા અને માત્ર ગાઈડેડ ટૂર્સ સાથે પ્રવાસીઓને દાયકાથી અવાવરુ બનેલા આ નગરની હાલત જોવાની તક મળશે. કદાચ પરમાણુ શક્તિના ફાયદાઓ આગળ ધરી તેનો પ્રચાર કરી રહેલા વિશ્વના મોટા સમૂહ સામે લાલબત્તી ધરવાનો આ પ્રયાસ હોઈ શકે તેમ ઘણા માની રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter