વ્હાઈટ આઈલેન્ડઃ ન્યૂ ઝીલેન્ડના વ્હાઈટ આઇલેન્ડમાં તાજેતરમાં જ્વાળામુખી ફાટતાં ૫ લોકો મૃત્યુ પામ્યા અને ૧૦૦૦ પર્યટકો સહિત ૧૧૦૦ લોકો આજુબાજુના વિસ્તારોમાં ફસાઈ ગયા હતા. જ્વાળામુખીને લીધે તાપમાન વધી જતાં નદીઓમાં પાણીનાં મોજાં ઉગ્ર બન્યાં હતાં. પૂર જેવી સ્થિતિમાં પર્યટકો ફસાયા હતા. અહેવાલો પ્રમાણે ફક્ત ૧૮ને બચાવી શકાયા છે. આ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. અંધારું હોવાને લીધે તેમને શોધી શકાતા નથી. બચાવ માટે સાત હેલિકોપ્ટર મોકલાયાં હતાં, પણ તેમાંથી એક જ લેન્ડ કરી શક્યું હતું. અધિકારીઓએ કહ્યું જ્વાળામુખી વિસ્ફોટને લીધે સફેદ રાખ અને પથ્થર ૧૨ હજાર ફૂટ ઊંચે સુધી ઊડતાં દેખાયા હતા. આ મધ્યમ દરજ્જાનો જ્વાળામુખી વિસ્ફોટ છે. ઘટનાથી થોડીક ક્ષણ પહેલાં જ પર્યટકોનું એક જૂથ જ્વાળમુખીના મુખ તરફ જતું દેખાયું હતું. જ્યારે એક જૂથને ટાપુથી દૂર આવતા જોવાયું હતું.


