નવી દિલ્હીઃ પંજાબના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર અને ખાલિસ્તાની આતંકી સુખ બિકરીવાલને ભારતીય ગુપ્તચર વિભાગ દ્વારા દુબઇથી ડિપોર્ટ કરવામાં સફળતા મળી છે. પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇના ઇશારે સુખ સતત પંજાબમાં ટાર્ગેટ કિલીંગ કરાવતો હોવાના અહેવાલ વારંવાર મળતા હતા. પંજાબના શૌર્ય ચક્ર વિજેતા ફૌજી બલવિંદર સંધુની હત્યા અને પંજાબના નાભામાં જેલ તોડવાનો જે ગુનો થયો હતો એમાં પણ સુખ સામેલ હતો. સાઉદી સરકાર સાથે ભારતની પ્રત્યર્પણ સમજૂતી થઇ છે એના અન્વયે સુખને પાછો લાવવાના પ્રયાસો ચાલુ હતા. પંજાબમાં ફરી એકવાર આઇએસઆઇ અને પાકિસ્તાનના ઇશારે ખાલિસ્તાન આતંકવાદ સક્રિય કરવાના સુખના ષડ્યંત્રની માહિતી પણ ગુપ્તચર ખાતાને મળી હતી.