પર્યટકોમાં પ્રિય માંથાંગનો સૌંદર્ય નજારો

Friday 05th January 2024 08:13 EST
 
 

વીકીપીડિયા દ્વારા આયોજિત વર્લ્ડ ફોટોગ્રાફી કોમ્પિટિશન 2023 માટે આ વર્ષે 50 દેશોના 3300 લોકોએ 61 હજારથી વધુ ફોટો મોકલ્યા હતા. જેમાંથી નેપાળના નીરજ સેઢાઈનો આ ફોટો લેન્ડસ્કેપ કેટેગરીમાં 10મા ક્રમે વિજેતા થયો છે. નીરજનું કહેવું છે કે 17 હજાર ફૂટની ઊંચાઇએ વસેલાં આ ગામના ફોટોમાં લીલા-પીળા ખેતરો, ગામો અને વાદળોથી ઘેરાયેલા પહાડોમાં એક અનોખો તાલમેળ દેખાય છે. આ ફોટો ઉત્તરી નેપાળના લો માંથાંગ પાસે લેવાયો છે, જેની સુંદરતા હંમેશા પર્યટકોને આકર્ષતી રહી છે. આ પ્રદેશ તિબેટની એકદમ નજીક હોવાને કારણે અહીં બૌદ્ધપરંપરાની ઝલક જોવા મળે છે તો 15મી સદીના ચાર હિન્દુ મંદિરો પણ છે. આ ગામનું મહત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન માઇનસ 8 ડિગ્રી સેલ્સિયસ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter