પળે પળે રંગ બદલતી કાર

ભારતીયે વિકસાવી છે આ ટેક્નોલોજી

Sunday 21st June 2026 08:55 EDT
 
 

તાઇપેઃ તાઇવાનના મહાનગર તાઇપેમાં એઆઇ સહિતની આધુનિકતમ ટેક્નોલોજીથી સજ્જ મોટરકારનું પ્રદર્શન યોજાયું છે, જેમાં એક નોખી-અનોખી કારે સહુકોઇનું ધ્યાન ખેંચ્યું છે. ‘કમ્પ્યુટેક્સ 2026’ નામના આ સૌથી મોટા અને આ પ્રકારના સૌથી પહેલા કાર એક્ઝિબિશનમાં એક કાર એવી છે જે ક્ષણે-ક્ષણે રંગ બદલી લે છે. તેની પેનલ પણ રંગ બદલી શકે છે. અને આ બધું માત્ર એક બટનને ટચ કરવાથી સંભવ બને છે. ડિસ્પ્લે ટેક્નોલોજીમાં મોખરાનું સ્થાન ધરાવતી કંપની ઈ-ઇંક અને બીએમડબલ્યુએ સાથે મળીને આ કાર વિકસાવી છે.
ભારતીયનું મહામૂલું યોગદાન
આ કારના ઇન્ટિરિયરનો રંગ પણ ઇચ્છા પ્રમાણે બદલી શકાય છે. જોકે આ બધામાં સૌથી મહત્ત્વની વાત એ છે કે રંગ બદલવાની આ અનોખી ટેકનિક એક ભારતીય એન્જિનિયરે વિકસિત કરી છે. આઈઆઈટી કાનપુરના વિદ્યાર્થી રહી ચૂકેલા લખનઉના સાદિક જણાવે છે કે આના માટે સ્ટ્રેચેબલ પ્લાસ્ટિકથી બનેલી ડિસ્પ્લે સ્ક્રીન તૈયાર કરવામાં આવી છે. તેને કારની બોડી પર પેઈન્ટની જેમ લગાવી દેવામાં આવે છે. આમાં નેનો ઇલેક્ટ્રિક પાર્ટ્સ લાગેલા છે, જે કારમાં લાગેલા વાયરોથી સંચાલિત થાય છે. અને કાર અંદર અને બહારથી રંગ બદલતી રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter