તિયાન્જિનઃ પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે દક્ષિણ એશિયામાં સર્વગ્રાહી અને નક્કર વાટાઘાટો હાથ ધરવાની શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનને વિનંતિ કરી છે. શરીફે કહ્યું હતું કે પાકિસ્તાન બહુપક્ષીયવાદને સમર્થન આપે છે અને 10 દેશોનું ગઠબંધન એ સહકાર અને સંકલનની પાકિસ્તાનની બાંયધરીનું પ્રતિનિધિત્વ કરતું પ્લેટફોર્મ બની રહેલું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે પાકિસ્તાન તેના પડોશીઓ સાથે સામાન્ય અને સ્થાયી સંબંધોમાં માને છે. વડાપ્રધાને આ મંચ પરથી ઇન્ડસ વોટર્સ ટ્રીટી (આઇડબ્લ્યુટી)નો મુદો ઉઠાવ્યો હતો અને તમામ અનિર્ણિત વિવાદો અંગે એક સંરચિત વાટાઘાટોની હાકલ કરી હતી. પ્રાદેશિક સલામતી અંગે બોલતાં શરીફે કહ્યું કે પાકિસ્તાન તમામ પ્રકારના આતંકવાદને વખોડે છે.


