પાક.નો આતંકી શાહઝેબ અમેરિકામાં 9/11થી મોટા હુમલાની ફિરાકમાં હતો

Sunday 22nd June 2025 11:24 EDT
 
 

વોશિંગ્ટનઃ અમેરિકા પર 9/11 બાદ સૌથી મોટો આતંકી હુમલો કરવા માગતા પાકિસ્તાની નાગરિક શાહઝેબ ખાનને કેનેડાથી અમેરિકા ડિપોર્ટ કરાયો છે. માત્ર 20 વર્ષની વયે આતંકના રસ્તે ચડી ગયેલા શાહઝેબ ખાનની કેનેડામાં ધરપકડ કરાઇ હતી, જેને બાદમાં અમેરિકા હવાલે કરાયો છે. શાહઝેબ અમેરિકામાં યહૂદીઓને નિશાન બનાવી મોટો હુમલો કરવા માગતો હતો.
અમેરિકાની તપાસ એજન્સી એફબીઆઈના અધ્યક્ષ કાશ પટેલના જણાવ્યા મુજબ શાહઝેબ ખાન ન્યૂયોર્કના બ્રુકલિન સ્થિત યહૂદી સેન્ટર પર આતંકી હુમલો કરવાનું કાવતરુ ઘડી રહ્યો હતો. તેણે તપાસમાં કબુલ કર્યું હતું કે તે અમેરિકામાં આ હુમલો કરવામાં સફળ રહ્યો હોત તો તે 9/11 બાદ અમેરિકાની ધરતી પરનો સૌથી મોટો હુમલો ગણાત. શાહઝેબ મૂળ પાકિસ્તાનનો રહેવાસી છે, તે સ્ટુડન્ટ વિઝા પર કેનેડા પહોંચ્યો હતો.
કેનેડાના મિસિસોગામાં રહેતો હતો આ દરમિયાન તે આઈએસઆઈએસ સાથે મળીને અમેરિકામાં યહૂદી સમુદાય પર કરવાની ફિરાકમાં હતો. સુમલિટે તેણે 7 ઓક્ટોબર 2024 તારીખ નક્કી કરી હતી. ઇઝરાયેલ પર હમાસે 7 ઓક્ટોબરના રોજ કર્યો હતો જેને એક વર્ષ પૂર્ણ થાય તે દિવસે જ અમેરિકામાં યહૂદીઓ પર હુમલાનું આ કાવતરુ ઘડાયું હોવાનો દાવો અમેરિકાની તપાસ એજન્સી એફબીઆઇએ કર્યો છે. શાહઝેબે ખુદ કહ્યું હતું કે તે આ હુમલામાં એટલા લોકોની હત્યા કરવા માગતો હતો કે જેથી તે તાજેતરનો સૌથી મોટો હુમલો બની જાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter