પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં હિંદુ સમાજને ડરાવવાના ષડયંત્રનો પર્દાફાશ

Thursday 03rd October 2019 11:44 EDT
 

ઈસ્લામાબાદઃ એક અહેવાલ પ્રમાણે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલા ઘોટકીમાં હિંદુવિરોધી હિંસાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તે સાંપ્રદાયિક હુમલો કરાવવાના અને હિંદુ સમાજને ભયભીત કરવાના ષડયંત્રનો હિસ્સો હતો. ૧૫ સપ્ટેમ્બરે સિંધમાં આવેલા ઘોટકીમાં હિંદુવિરોધ હિંસા થઈ હતી તે સમયે તોફાનીઓએ હિંદુ સમુદાયની અનેક દુકાનોને ક્ષતિગ્રસ્ત કરી હતી અને તેમાં લૂંટ મચાવી હતી. આ ઉપરાંત તેમણે અનેક મંદિરો તથા હિંદુ લોકોના ઘરોને નિશાન પર લઈને તેમના પર હુમલા કર્યો હતો. આ મામલે આશરે ૨૦૦ જેટલા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. એક વિદ્યાર્થીઓ પોતાના હિંદુ શિક્ષક પર ઈશનિંદાનો આરોપ લગાવ્યો અને ત્યારબાદ હિંસા ભડકી ઊઠી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter