પાકિસ્તાનનું ડેરા આદમખેલ માફિયાઓનો ગઢઃ બંદૂક સ્માર્ટફોન કરતાંય સસ્તી

Saturday 30th July 2016 06:38 EDT
 
 

ડેરા આદમખેલ: પાકિસ્તાનના પેશાવરથી ૩૫ કિલોમીટરના અંતરે આવેલા ડેરા આદમખેલ નામના ટાઉનમાં ખુલ્લેઆમ હથિયારોનો કાળો કારોબાર થાય છે. ૭ હજારથી લઈને ૧૫ સુધીમાં ગ્રાહકને પાવરફુલ ગન મળી રહે છે. આ શહેર વર્ષોથી ગુનાખોરી માટે કુખ્યાત છે.

પેશાવરથી ૩૫ કિલોમીટર દૂર ડેરા આદમખેલમાં તમામ પ્રકારની ગન્સ સ્માર્ટફોન કરતાં પણ સસ્તી કિંમતે મળી રહે છે. આ ટાઉન ડ્રગ્સ માફિયા, હથિયારોની દાણચોરી અને ગેરકાયદે ચીજોના વેચાણ તેમજ ગુનાહિત પ્રવૃત્તિ માટે કુખ્યાત છે. પાકિસ્તાનની એક પણ સરકારનો આ ટાઉનમાં ચાલતા ગુનાહિત કૃત્યો ઉપર કોઈ જ કાબૂ નથી. શહેરમાં ઠેર ઠેર હથિયારોની દુકાનો છે અને તેમાં સાત હજારથી લઈને ૧૫ સુધીની કિંમતમાં દરેક પ્રકારની ગન મળી રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter