પાકિસ્તાનમાં તોયબા અને જૈશ ખુલ્લેઆમ આતંકીઓની ભરતી કરી રહ્યા છેઃ અમેરિકા

Friday 08th November 2019 07:53 EST
 

વોશિંગ્ટનઃ અમેરિકાના એક રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાન દ્વારા આતંકીઓ સામે કાર્યવાહીના જે દાવા કરવામાં આવી રહ્યા છે તે પોકળ સાબીત થયા છે, કેમ કે હજુ પણ ખુદ પાકિસ્તાન દ્વારા જ લશ્કરે તોયબા અને જૈશ જેવા આતંકી સંગઠનોમાં આતંકીઓની ભરતી કરાવવામાં આવી રહી છે.

આ આતંકીઓનો બાદમાં ભારત વિરુદ્ધ ઉપયોગ કરવામાં આવે છે. અમેરિકાના વિદેશ મંત્રાલય દ્વારા જારી વાર્ષીક રિપોર્ટમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન જૈશ-એ-મોહમ્મદ અને લશ્કરે તોયબા જેવા આતંકી સંગઠનો પર પ્રતિબંધ મુકવામાં નિષ્ફળ રહ્યું છે. આ સંગઠનો સતત આતંકીઓની ભરતી કરી રહ્યું છે અને હથિયારો માટે ફંડ પણ એકઠુ કરી રહ્યું છે છતા તેની વિરુદ્ધ કોઇ જ કાર્યવાહી નથી કરવામાં આવી રહી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter