ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં મંદિરો પર હુમલા અને આગચંપીની ઘટનાઓ વધતાં પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે સરકારને મંદિરોની સુરક્ષા વધારવા આદેશ કર્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની છબિ ખરડાતાં પાકિસ્તાન સરકારે મંદિરોની સુરક્ષા વધારવાનો નિર્ણય લીધો છે. હાલ ખૈબર પ્રાંતના એબટાબાદમાં સ્થિત એક મંદિરને તોડવાનો કટ્ટરવાદીઓએ પ્રયાસ કર્યો હતો. જેને પગલે સ્થાનિક હિંદુ સંગઠનોએ પોલીસ અને સરકારને ફરિયાદ કરતા હાલ મંદિર પરિસરની આસપાસ સુરક્ષા વધી છે.