પાકિસ્તાનમાં ‘હિન્દુ’ યુવતીને નોકરી નહીં!

Friday 29th May 2015 07:04 EDT
 

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં લઘુમતી તરીકે વસતા હિન્દુઓને અનેક પ્રકારની યાતના ભોગવવી પડે છે. મુંબઈમાં એક છોકરીને ધર્મનાં કારણે ઘર નથી મળતું ત્યારે પાકિસ્તાનમાં વધુ ભણેલા હિન્દુઓને પણ નોકરી નથી મળતી.

તાજેતરમાં જ પેશાવર શહેરની એક ઘટના બહાર આવી છે, જેમાં એક હિન્દુ યુવતી સંધ્યાને એમએસ.સી જેવો ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ પણ નોકરી નથી મળતી. તેણે કોન્વેન્ટ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે અને તે શૈક્ષણિક કાર્યમાં પણ અવ્વલ રહી છે.

પેશાવરનાં જાણીતા વિસ્તારમાં રહેતી બિશન દાસ ભોજન બનાવવાનું કામ કરે છે. આવક ઓછી હોવાથી તે તેની હૃદયની બીમારીની સારવાર નથી કરાવી શકતી, પરંતુ તેણે પુત્રીને કોન્વેન્ટ શાળામાં અને યુનિવર્સિટીમાં ભણાવી છે.

આ પરિવારનું કહે છે કે, હિન્દુ હોવાનાં કારણે સંધ્યાને તેની શાળામાં કામ નથી મળતું જ્યાથી તે ભણી છે. જોકે, પરિસ્થિતિ તેનાથી પણ વધુ ખરાબ છે. એક તરફ હિન્દુ યુવાનોને નોકરી નથી મળી રહી તો બીજી તરફ કાયદાકીય વ્યવસ્થા પર બહુ સારી નથી. જેથી ભવિષ્યમાં જબરજસ્તી હિંસા, ભેદભાવ અને ઉત્પિડનનો શિકાર થવું પડે એ કોઈ નવાઈની વાત નહીં રહે.

એક સમયે પાકિસ્તાનમાં હિન્દુઓનો દબદબો હતો, પરંતુ સમયની સાથે મુસ્લિમોનો દેશ બની ગયો. અત્યારે હજ્જારો હિન્દુ, શીખ પરિવારોને મોટાભાગે કોઈને કોઈ રીતે શોષણનો ભોગ બનવું પડે છે. તેમની સાથે દરેક જગ્યાએ ભેદભાવ રાખવામાં આવે છે. પાકિસ્તાન સમાજમાં એક પ્રકારનાં અછૂત બનેલા હિન્દુ પરિવારોની ફરિયાદ સાંભળવા માટે કોઈ નથી અને કોઈની પાસે આશા પણ નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter