પાકિસ્તાની સેનેટરે મોદીના માથે એક અબજનું ઇનામ જાહેર કર્યું

Wednesday 03rd June 2015 07:32 EDT
 
 

ઇસ્લામાબાદઃપાકિસ્તાન અને ભારત વચ્ચે સારા સંબંધો સ્થપાય તેવી વાતોનો છેદ ઉડાડતા એક સેનેટરે વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. પાકિસ્તાનના એક સેનેટરે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પકડવા પર રૂ. એક બિલિયનનું ઇનામ જાહેર કર્યું છે. આ સેનેટર સિરાજ ઉલ-હક જમાત-એ-ઇસ્લામીના વડા પણ છે. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ હકે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે)ના રાવલકોટમાં એક ભાષણ દરમિયાન આ જાહેરાત કરી હતી. હકે કહ્યું હતું કે, ભારત ક્યારેય પાકિસ્તાનનું મિત્ર રાષ્ટ્ર ન બની શકે. જે તેમના મિત્ર બનવા ઇચ્છતા હોય તે મુંબઈ જતા રહે. કાશ્મીરનો મુદ્દો બસ કે ગાયક ડીપ્લોમેસીથી નહીં ઉકેલી શકાય. કાશ્મીરીઓની આઝાદી માટે ભારત સરકાર સૌથી મોટો અવરોધ છે. પાકિસ્તાન સરકારની નીતિઓ પણ કોઈ મદદરૂપ નથી થઈ રહી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter