પાકિસ્તાને ભારતીય જાસૂસને પકડ્યો હોવાનો દાવો

Friday 02nd August 2019 07:13 EDT
 

ઈસ્લામાબાદઃ પાકિસ્તાને પહેલી ઓગસ્ટના રોજ દાવો કર્યો કે તેણે એક ‘ભારતીય જાસૂસ’ની ધરપકડ કરી છે. આ ‘જાસૂસ’ની ધરપકડ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાંથી કરાઇ છે. સ્થાનિક મીડિયા રિપોર્ટના મતે આ કથિત જાસૂસે પોલીસ પૂછપરચ્છમાં ‘સ્વીકાર’ કર્યો છે કે તે ભારતનો રહેવાસી છે અને પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ‘જાસૂસી’ કરી રહ્યો હતો.

પોલીસે કહ્યું કે પકડાયેલા ભારતીય ‘જાસૂસ’ની ઓળખ રાજુ લક્ષ્મણ તરીકે કરાણ છે. રાજુને બુધવારના રોજ લાહોરથી ૪૦૦ કિલોમીટર દૂર ડેરા ગાજી ખાન જિલ્લાના રાજી ગજ વિસ્તારમાંથી પકડી પડાયો છે. પોલીસે કહ્યું કે ઘટના સમયે રાજુ લક્ષ્મણ બલુચિસ્તાનના ડેરા ગાજી ખાન જિલ્લામાં પ્રવેશી રહ્યો હતો.

કહેવાય છે કે રાજૂને કોઇ અજ્ઞાસ સ્થળ પર લઇ જવાયો છે જ્યાં પાકિસ્તાની એજન્સીઓ તેની પૂછપરચ્છ કરી રહ્યું છે. આપને જણાવી દઇએ કે લાંબા સમયથી ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ પાકિસ્તાનની કસ્ટડીમાં છે. ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)એ પોતાના નિર્ણયમાં પાકિસ્તાનને ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને સુનવણી કરી ફાંસીની સજા પર ફરીથી વિચાર કરવાનું કહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter