પાણીમાં ગરકાવ બેંકમાંથી રૂ. 51 કરોડનો ખજાનો મળ્યો

Friday 04th September 2026 05:20 EDT
 
 

કાઠમંડુઃ નેપાળમાં રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. એવા જ એક મિશનમાં નેપાળની પોલીસે બેંકમાંથી કરોડો રૂપિયાની સંપત્તિ બચાવી હતી. એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ બેંકની ત્રિશૂલી ટૂંગે બ્રાન્ચ આખી પાણીમાં ગરકાવ થઈ હતી. આ બેંકની શાખા માટે પોલીસે બચાવ અભિયાન ચલાવ્યું હતું. એ દરમિયાન પોલીસે બેંકની તિજોરીમાંથી 1.5 કરોડ રૂપિયાની રોકડ અને 50 કરોડ રૂપિયાનું સોનું બહાર કાઢ્યું હતું. એ ઉપરાંત ખૂબ જ મહત્ત્વના દસ્તાવેજો પણ સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. નેપાળ પોલીસે એક વીડિયો શેર કરીને સોશિયલ મીડિયામાં આ બચાવ અભિયાનની માહિતી આપી હતી. આઠ કલાક સુધી આ અભિયાન ચાલ્યું હતું. વીડિયોમાં નેપાળ પોલીસના જવાનો એક તિજોરીને મહેનત કરીને બહાર લાવતા દેખાય છે. બેંકની બધી જ સંપત્તિ સલામત રીતે સુરક્ષિત રાખવામાં આવી હતી એવું નેપાળ પોલીસે જણાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter