પાર્કિન્સન પીડિત પુતિન સત્તાત્યાગ કરી શકે

Tuesday 10th November 2020 16:21 EST
 
 

લંડનઃ રશિયાના પ્રમુખ પુતિન ૨૦ વર્ષ સુધી સત્તા સંભાળ્યા પછી જાન્યુઆરી ૨૦૨૧માં પદ છોડી શકે છે. પુતિનની બ્રિટિશ અખબાર ધ સને જણાવ્યા મુજબ ૬૮ વર્ષના પુતિનમાં પાર્કિન્સનનાં લક્ષણો દેખાતાં તેમની ૩૭ વર્ષની ગર્લફ્રેન્ડ એલિના કાબેવા મૂંઝવણમાં છે. તેથી ગર્લફ્રેન્ડ કાબેવા અને તેમની બે પુત્રીઓ મારિયા - કેટરિનાએ પુતિન પર સત્તા છોડવા દબાણ કર્યું હતું. પુતિન સત્તા છોડવા રાજી પણ થઇ ગયા હતા. તેવા અહેવાલ છે. જોકે આ દાવાને ફગાવી દેવાયા છે. છઠ્ઠીએ સવારે ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે પુતિનની તંદુરસ્તી સારી હોવાનું જણાવ્યું હતુ. રશિયાની સંસદે કાયદો પસાર કરીને પુતિન ત્યાગપત્ર આપી દે તે પછી પણ જીવનભર સેનેટર બની રહે તેવા અધિકાર આપ્યા હોવાથી તેઓ નિવૃત્ત થવાના હોવાની અટકળો હતી. સંસદમાં કાયદો પસાર થતાં પુતિનને કોઇ પણ ફોજદારી કેસથી રક્ષણ મળી રહે અને આજીવન વેતન ભથ્થું મળતું રહે તેવી વ્યવસ્થા ઊભી થઇ ચૂકી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter