પિનઇન્ફેરિનાઃ ફાસ્ટેસ્ટ ઇલેક્ટ્રિક કાર

Friday 15th July 2022 07:37 EDT
 
 

મિલાનઃ વિશ્વની ફાસ્ટેસ્ટ ઈલેક્ટ્રિક કાર બનાવવાનું બિરુદ ઇટલીની પિનઇન્ફરિના બાતિસ્તાને મળ્યું છે. આ કાર જમીનથી માંડ 47 ઈંચ જ ઊંચી રહે છે. આમ તેમાં રિયર વ્યુ વિઝીબિલિટી લગભગ નહીંવત છે. આ કાર કાર્બન ફાઈબર બોડીની બનેલી હોવાથી તેને નુકસાન થાય તો પણ ખર્ચ હજારો ડોલરમાં આવે તેમ છે. અને તેનો ભાવ 20 લાખ પાઉન્ડ એટલે કે 20 કરોડ રૂપિયા છે. પરંતુ આ બધી મર્યાદા છતાં હકીકત એ છે કે તેના નામે વિશ્વની ફાસ્ટેસ્ટ કારનું ટાઇટલ જોડાયેલું છે.
ચાર ઈલેક્ટ્રિક મોટરની ટી આકારના બેટરી પેક વડે આ કાર પૃથ્વી પરની કોઈ પણ કાર સાથે સ્પર્ધા કરવા સક્ષમ છે. આ કાર પ્રતિ કલાક 100 કિમી ઝડપ ફક્ત 1.9 સેકન્ડમાં જ મેળવી લે છે. આમ તે ફોર્મ્યુલા વન રેસર લુઇસની હેમિલ્ટનની કાર કરતાં પણ ઝડપી છે. બાતિસ્તા 1874નો બીએચપી પેદા કરે છે. તેમાં 2.2 જી-ફોર્સનો થ્રસ્ટ તેને રોકેટ જેવો પાવર આપે છે અને 12 સેકન્ડમાં જ પ્રતિ કલાક 300 કિમીની ઝડપ હાંસલ કરી લે છે. કોઈ પણ મેગા રિચ માટે આ કાર વસાવવી એક સ્વપ્નસમાન છે, પણ શું આ કાર તમે વાસ્તવિક વિશ્વમાં ચલાવી શકો છો ખરા? ઈટલીના ડિયાનો આલ્બા વિસ્તારમાં આ કાર ફરી રહી છે, આ વિસ્તાર ઈટલીનો પ્રીમિયર વાઈન રિજિયન છે. પિનઇન્ફેરિનાની કેબિન બીજી કોઈ પણ સુપરકાર કરતા કમ નથી. એલ્યુમિનિયમ નોબની સાથે બટન, સ્ટીયરિંગ વ્હિલની દરેક સાઈડે મોટો ઈન્ફોટેઈન્મેન્ટ સ્ક્રીન અને સેન્ટરમાં ફોનસાઈઝ સ્પીડોમીટર છે. આ કાર ચલાવતં વ્યક્તિને મેક્લેરેન કે લેમ્બોર્ગિનીની ફિલિંગ આવ્યા વગર રહેતી નથી. વળી, આ કાર ઈલેકટ્રિક હોવાથી તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં અવાજ નથી આવતો. આમ છતાં પણ કાર જબરજસ્ત પાવર ધરાવે છે. તેની સૌથી મોટી ખાસિયત તેની બોડી ડિઝાઈન છે અને તે જોઈને જ કોઈ ખુશ થઈ જઈ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter