પુતિને ફોન કરીને ટ્રમ્પ સાથે મિત્રતાની વાત કરી

Thursday 17th November 2016 06:21 EST
 
 

વોશિંગ્ટનઃ અત્યાર સુધી અમેરિકાના દુશ્મન ગણાતા દેશ રશિયા અને તેના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુએસના નવા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર મૈત્રીની વાત કરી હતી. પુતિને ટ્રમ્પને ઐતિહાસિક જીત બદલ વધામણી આપવા માટે ફોન કર્યો હતો. બીજી તરફ યુએસના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ ટ્રમ્પને ચેતવણી આપી છે કે તેઓ ઇરાન સાથે પરમાણુ સંધિ અને પેરિસ જળવાયુ સંધિ મુદ્દે તેમના કાળમાં લેવાયેલા નિર્ણયને બદલવાના પ્રયાસ ના કરે. ટ્રમ્પ તરફથી પ્રસિદ્ધ કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવાયું હતું કે, પુતિન સાથે આતંકી ધમકીઓ, આર્થિક મુદ્દાઓ અને રશિયા-અમેરિકાના ઐતિહાસિક સંબંધો પર ચર્ચા થઈ હતી. પુતિને ટ્રમ્પની જીતના માત્ર એક કલાક બાદ ટેલિગ્રામ પર વધામણી આપી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter