ફ્રાન્સના પેરિસમાં ગેલેરી લાફાયતે ઓસમાન મોલે 2025ની ક્રિસમસ સેલિબ્રેશનની ભવ્યતા સાથે શરૂ કરી છે. 1976થી દર વર્ષે અહીં ક્રિસમસ ટ્રીને સજાવવાની પરંપરા ચાલુ છે. આ વર્ષે તેનું સતત 49મું વર્ષ છે, અને તે પ્રવાસી આકર્ષણનું કેન્દ્ર છે. આ વર્ષે સ્ટોરના ઐતિહાસિક ગુંબજ નીચે સ્થાપિત 16 મીટર ઊંચું વિશાળ ક્રિસમસ ટ્રી સંપૂર્ણપણે લાઇટ્સ અને રંગોથી શણગારેલું છે. વૃક્ષને સજાવવા માટે 500 કિલો રિબન, 8 કિમી એલઈડી લાઇટ્સ અને આશરે 300 કિલો ફેબ્રિકનો ઉપયોગ કરાયો આવ્યો હતો. ક્રિસમસ ટ્રી અને વિન્ડો ડિસ્પ્લે માટેની થીમ પ્રખ્યાત ફ્રાન્સના આર્ટિસ્ટ બનાવી હતી, જેમણે સ્ટોરના 1920ના દાયકાના આર્કાઈવ્સમાંથી પ્રેરણા લઈને સાન્ટાના જાદુઈ વર્કશોપ અને એલ્ફોની વ્યસ્ત દુનિયાને જીવંત બનાવી હતી.


