પેરિસમાં આઈએમએફ કાર્યાલયમાં લેટરબોમ્બ ફાટ્યોઃ એકને ઈજા

Wednesday 22nd March 2017 09:13 EDT
 
 

પેરિસઃ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળનાં પેરિસમાં આવેલાં કાર્યાલયમાં ૧૬મીએ લેટરબોમ્બ વિસ્ફોટ થતાં એકને ઈજા પહોંચી હતી. ફ્રાન્સના પ્રમુખ ફ્રાન્કોઇસ ઓલાન્દેએ તે ત્રાસવાદી હુમલો હોવાનું જણાવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે, હોમમેડ પાયરો ટેક્નિકલ ડિવાઇસ ધરાવતું પેકેટ કાર્યાલયમાં જ ફાટતાં યુરોપ ખાતેના આઈએમએફના નિદેશકના મહિલા સહાયક કર્મચારીને ઈજા પહોંચી હતી.

પેરિસના પોલીસવડાએ આઈએમએફ ઇમારત બહાર પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું કે ટપાલમાં આવેલાં પેકેટ પર આઈએમએફ ફ્રાન્સ સચિવાલયના પ્રતિનિધિનું નામ હતું. સહાયક કર્મચારી તે પેકેટ ખોલી રહ્યા હતા ત્યારે જ વિસ્ફોટ થયો હતો. પોલીસે સ્પષ્ટતા કરી હતી કે તે હોમમેડ પાયરો ટેક્નિકલ ડિવાઇસ હતું. મહિલા કર્મચારીને મોઢા પર ઈજા પહોંચી હતી, જોકે જીવનું જોખમ નથી. તાજેતરમાં આઈએમએફને ચીમકી મળી હતી, તે ચીમકી સાથે ઘટનાને સંબંધ છે કે કેમ તેની તપાસ થઇ રહી છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter