વોર્સોઃ પોલેન્ડમાં ૨૯ વર્ષીય મહિલાએ એકસાથે ૬ બાળકને જન્મ આપ્યો છે. એકસાથે ૬ બાળક જન્મ્યા હોવાનો પોલેન્ડમાં આ પહેલો કિસ્સો છે. ૬ બાળકમાં ૪ બેબી ગર્લ અને ૨ બેબી બોય છે. પ્રેગ્નન્સીના ૨૯મા અઠવાડિયે સિઝેરિયન ડિલિવરી દ્વારા આ બાળકનો જન્મ થયો.
તેમની માતા ક્લાઉડિયા માર્ઝેક ૬ સંતાનના જન્મથી ખુશ તો છે જ પરંતુ સાથે તેને ઝાટકો પણ લાગ્યો છે, કારણ કે અલ્ટ્રાસાઉન્ડ ટેસ્ટમાં ગર્ભમાં પાંચ બાળકો ડિટેક્ટ થયા હતા. છઠ્ઠું સંતાન તેના માટે સરપ્રાઇઝ ગિફ્ટ સમાન છે. તેણે કહ્યું કે, મારા તમામ બાળકોનું વજન ૮૯૦ ગ્રામથી ૧ કિલોની વચ્ચે છે, બધાનું સ્વાસ્થ્ય પણ સારું છે. છતાં તેમની યોગ્ય સારસંભાળ માટે હાલ હોસ્પિટલમાં રાખ્યાં છે. આ ઘટનાએ પોલેન્ડના રાષ્ટ્રપ્રમુખ આન્દ્રેઝેજ દુદાનું પણ ધ્યાન ખેચ્યું હતું. તેમણે ટ્વીટ કરીને ક્લાઉડિયા અને તેના પતિને અભિનંદન પાઠવ્યા હતા.