પ્લમ્બર અને પીપલ્સ આર્મીનો પાવર

Thursday 08th October 2026 06:35 EDT
 
 

ફ્લાઈદુબઈનું પ્લેન હાઈજેક થવાની અણી પર હતું. ભારતીય પાઇલટ સ્મિત મચ્છરે હિંમત દેખાડી અને કોકપીટનો દરવાજો ખોલ્યો. દરવાજો ખોલતાંની સાથે જ ઈઝરાયેલના એક પ્લમ્બરે બાજી સંભાળી. અને હુમલાખોર કો-પાયલોટનો મજબૂતીથી સામનો કર્યો. તેને પરાસ્ત કર્યો. આ હિંમત કંઈ એક દિવસમાં નહોતી આવી. ઈઝરાયેલ સરકાર દ્વારા બે વર્ષ સુધી આર્મીની ટ્રેનિંગ દરેક નાગરિક માટે ફરજિયાત હોય છે. આ પીપલ્સ આર્મીની ટ્રેનિંગની મસલ મેમરી એવા સમયે કામે લાગી જ્યારે તેની તાતી જરૂર હતી. આ ઘટના બાદ સોશિયલ મીડિયા સાઈટ્સ પર ફરજિયાત આર્મી ટ્રેનિંગની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. બીજી તરફ, ઈઝરાયેલના પીએમે પ્લમ્બરને ભેટીને તેનું સ્વાગત કર્યું હતું. તેની હિંમતને બિરદાવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter