દુબઈના પ્લેનને ભયાનક અકસ્માતમાંથી ઉગારનાર પાયલટ્સ કોણ હતાં? ત્રણ દિવસ વિતી ગયા હોવા છતાં 174 મુસાફરોનો જીવ બચાવનારા આ બહાદુરોની સત્તાવાર ઓળખ સામે આવી નથી. ફ્લાયદુબઈએ માત્ર એટલું જ કહ્યું છે કે તેઓ વિમાનમાં મુસાફરી કરી રહેલા ઓન-ડ્યુટી સ્ટાફનો ભાગ હતાં. જોકે આ ઘટનાના સાક્ષી અને પ્લેનની બીજી હરોળમાં બેઠેલા ડેનિયલ સ્લિચટરે જણાવ્યું કે, આ કોઈ ચમત્કારથી કમ નહોતું. સામાન્ય રીતે, દરેક ફ્લાઈટમાં બે વધારાના પાઈલટ નથી હોતા. જોકે આ વિમાનને તેલ અવીવથી દુબઈ પાછું લાવવાનું હોવાથી આ ફ્લાઈટમાં વધારાના બે પાયલટ્સ સવાર હતાં. વિમાનમાં થયેલા હોબાળા વચ્ચે કેપ્ટન સ્મિતે જેવો કોકપિટનો દરવાજો ખોલ્યો કે તરત જ આ બંને પાયલટ્સે વિમાનનું નિયંત્રણ પોતાના હાથમાં લઈ લીધું હતું.


