ફિનલેન્ડમાં આવેલો છે ‘વુમન ઓન્લી’ આઇલેન્ડ

અહીં પુરુષો માટે છે પ્રવેશ પ્રતિબંધ

Tuesday 02nd June 2026 12:38 EDT
 
 

દુનિયામાં અનેક સુંદર અને રહસ્યમય જગ્યાઓ આવેલી છે, પરંતુ ફિનલેન્ડના બાલ્ટિક સાગરમાં એક એવો ટાપુ છે જે તેની સુંદરતા કરતા તેના પણ ખાસ નિયમને કારણે વધુ ચર્ચામાં છે. ‘સુપરશી આઇલેન્ડ’ તરીકે ઓળખાતી આ જગ્યાને સંપૂર્ણપણે ‘વુમન ઓન્લી’ ઝોન જાહેર કરવામાં આવ્યો છે, એટલે કે અહીં પુરુષોના પ્રવેશ પર સખત પ્રતિબંધ છે.
આ અનોખા આઇલેન્ડને અમેરિકી ઉદ્યોગપતિ ક્રિસ્ટિના રોથ દ્વારા 2018માં ડેવલપ કરવામાં આવ્યો હતો. રોથનું માનવું હતું કે સામાન્ય રીતે જાહેર સ્થળોએ પુરુષોની હાજરીમાં મહિલાઓ પોતાની જાતને લઈને વધુ સતર્ક રહેતી હોય છે અને સંપૂર્ણપણે રિલેક્સ થઈ શકતી નથી. મહિલાઓને એક એવું સુરક્ષિત સ્થાન પૂરું પાડવું, જ્યાં તેઓ કોઈ પણ ખચકાટ વગર પોતાની તબિયત, યોગ અને માનસિક શાંતિ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે, તે આ આઇલેન્ડ બનાવવાનો મુખ્ય હેતુ છે. આ ટાપુ પર એન્ટ્રી માટેના નિયમો પણ અત્યંત કડક છે. આ ટાપુની મુલાકાતે જવા માટે માત્ર પૈસા હોવા પૂરતા નથી. અહીં આવવા ઈચ્છતી દરેક મહિલાએ એક ઇન્ટરવ્યૂ પ્રોસેસમાંથી પસાર થવું પડે છે. અને જો બધું ઠીકઠાક જણાય તો જ પ્રવેશ આપવામાં આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter